.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૫૯. પિયુ-ગોરાંદે રમે રાસ


(રાગ-આશા ભર્યા અમે આવ્‍યા ને...)

પિયુજી વિદેશમાંથી આવ્‍યા ને
          અમને રંગે રમાડયા રાસ રે,
          પિયુ મારાં મનડાં નાચે રે.

નાચો ગોરાંદે આજ રંગમાં ને
          આજ ખીલી યઠયું છે આકાશ રે,
          ગોરી મારી મન મલકાવે રે.

ઉપર એક ચંદ્ર ચમકે ને
          નીચે છે પિયુજીનો ઉજાશ રે, પિયુ....
નાચતી ગોરાંદે કેવી સોહે ને
          એ તો ફેલાવતી અજવાશ રે, ગોરી....

આવો પિયુ તમે પાતળિયા ને
          આજ ગજવીએ ઘેરો નાદ રે, પિયુ....
શુભ ઘડી આજ વધાવીએ ને
          ગોરાંદે ગાઈએ એક સાદ રે, ગોરી....

પિયુજીના હાથમાં વાંસળી ને
          હું તો ભૂલી જાવ સુણી ભાન રે, પિયુ....
ગોરાંદે ફુદરડી ફરતી ને
          લાગતું દિલ પર નિશાન રે, ગોરી....

આકાશમાં સૂરજ ચમકે ને
          અહીં ચમકે પિયુનું મુખ રે, પિયુ....

(શાંત સ્‍વરે-બંને સાથે)

સૂરજ વિના હર્ષ ભાગી ગયો ને
          એનું મુખ ન જોયાનું દુઃખ રે,
          પુત્રની યાદ તો તડપાવે રે...
* * *

ટિપ્પણીઓ નથી: