.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૫૬. પિયુ આવવાનાં નિશાન


(રાગ-માડી તારા આવવાનાં એંધાણ થયાં-ગરબો...)

વાદળ ઢોલ વગાડે, મોર છેડે શરણાઈ;
કોયલડી ગીતડાં ગાય રે,
          પિયુજીનાં આવવાનાં નિશાન થાય.

     ઝાડવે ઝાડવે વસંત ખીલી,
     હૈયાની વાડી થઈ ગઈ લીલી;
પવન ખુશબૂ મૂકી જાય રે, પિયુજીનાં........
લીમડે લીંબોળી આવી, એતો થઈ ગઈ પીળી;
પંખીનો કલરવ થાય રે, પિયુજીનાં........

ગગનમંડપેથી ફૂલ ખરે,
     જગતના માળી ટોપલા ભરે;
હૈયે આનંદ ઊભરાય રે, પિયુજીનાં........
મારી આંખ ફરકે છે, મારું દિલ ધડકે છે;
રોમેરોમ આ યભાં થાય રે, પિયુજીનાં........

     ક્ષિતિજે રંગ હર્ષમાં દેખાય,
     મેઘધનુષ્‍ય આનંદિત થાય;
પેલા પર્વતો પડઘાય રે, પિયુજીનાં........
પાણી મોજાં ખૂબ મારે, મોટાં ઘુઘવાટા કરે;
હર્ષનો નાદ સંભળાય રે, પિયુજીનાં........

     પિયુજી આવે ને વિરહ ટળે,
     મારા આત્‍માને ખૂબ શાંતિ મળે;
મારી વેદના ભાગી જાય રે, પિયુજીનાં........
મારું હૃદય બોલે છે, મારું દલડું ડોલે છે;
પિયુ વિના ન રહેવાય રે, પિયુજીનાં........
* * *

ટિપ્પણીઓ નથી: