.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

16/5/11

૧૯. સસરા ઉર્ફે પિતાની વિદાય


(રાગ-દીકરી ને ગાય, દોરે ત્‍યાં જાય...પારકીથાપણ)

બેટા રે! તારી વિદાયની યાદ કદી નૈ ભુલાય,
               નારી સંસારમાં મહાન કે'વાય;
પાણી વિનાની માછલી તડપીને મરી જાય,
               નારી સંસારમાં મહાન કે'વાય!

તારા પતિની વહાલી થઈ  રે'જે સદાયે સુખી,
ખોટા અહંમાં રાચીને તું થાજે ન કદીયે દુઃખી;
બેટા રે! જીવનમાં મળે તને પ્રભુની સહાય,
               નારી સંસારમાં મહાન કે'વાય;
જે ઘરમાંથી નારી જાય એમાં અંધારું છવાય, નારી...

નારી નારાયણી થૈ સંસારમાં આગળ વધજે,
કષ્‍ટોથી તું ડરજે નહિ,  હૈયે હિમ્‍મત રાખજે;
બેટા રે! એ સંસાર મહાન જેમાં નારી પૂજાય,
               નારી સંસારમાં મહાન કે'વાય;
નારી થકી જ સંસારમાં આગળ પ્રગતિ થાય, નારી...

જીવનમાં આવતાં કષ્‍ટો  બુદ્ધિથી દૂર કરજે,
તારી શ્રેષ્ઠ ફરજ બજાવી સૌનાં મન હરજે;
બેટા રે! તારી સમજણ કેવી રીતે વખાણાય?
               નારી સંસારમાં મહાન કે'વાય;
નારીની શકિતને આખાય જગતમાં વધાવાય, નારી...

તુજ જવાથી આ ઘરમાં  અંધારું છવાય જશે,
તારી યાદ આવતા સૌનાં મન ચોધારે રડશે;
બેટા રે! ઓ..... બે.. ટા..... રે!
બની જાય છે આજે અસભ્‍ તારી વિદાય,
               નારી સંસારમાં મહાન કે'વાય!
                          * * *

ટિપ્પણીઓ નથી: