.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૪૫. વિરહમાં


(રાગ-ધૂણી ધખાવીને તપિયો બેઠા...)

પિયુ વિનાનું એકલડું લાગે
          ને ઘર લાગે છે સૂનું જી રે,
યાદ પિયુજીની આવી જાય તો
          આંસુ પડી જાય યનું જી રે.

વેદનાની વાત કોને જૈ કહું
          મૂંગી ઘરની દીવાલો જી રે,
એકલતાનો આરો અકળાવે
          વિદેશ ગયા છે વ્‍હાલો જી રે.

કાગડો બોલે તો કૈં આશા જાગે
          કોયલ દીઠી ન ગમે જી રે,
કબૂતરને ટપાલી બનાવવા
          મન આમતેમ ભમે જી રે.

લાગે વ્‍હાલાનો વિયોગ વસમો
          કયારે વિદેશથી આવે જી રે,
આ ગ્રીષ્‍મઋતુને દૂર ધકેલી
          કયારે વસંતને લાવે જી રે.

હવાને પૂછું જવાબ ન આપે
          તીરની જેમ એ ખૂંચે જી રે,
હવાના આવા ખોટાં અડપલાં
          મને જરાયે ન રુચે જી રે.

ગાંડા મનને ખૂબ સમજાવું
          સમજાવ્‍યું ન સમજે જી રે,
વેદના વધારી કહેતું જાય
           સૂરજ સાથે રમજે જી રે.

સૂરજ મારો છે નાનો બાલુડો
          પિતાનો પ્રેમ એ ઝંખે જી રે,
રોજ પૂછે કેદી' આવે પિતાજી
          નિત્‍ય વાટલડી ડંખે જી રે.

આ દીવાલ કરે છે દાદાગીરી
          નિત્‍ય મને એ ડરાવે જી રે,
ચારે બાજુએથી ઘેરો ઘાલે છે
          એકલી જોઈ હંફાવે જી રે.

રસ્‍તા ઉપર નજર કરું ત્‍યાં
          કૂતરો દોડતો આવે જી રે,
એ જીવડો મારું દુઃખ શું જાણે
          પૂંછડી પટપટાવે જી રે.

રાત પડે છે ને સપનાં આવે
          પતિદેવ ઘેર આવે જી રે,
સવારે જયાં મુજ આંખ ખુલ્‍લે છે
          સાસુ દ્વાર ખખડાવે જી રે.

સૂરજ જાગે ને તૈયાર કરું
          શાળાએ એને મોકલું જી રે,
એકલી મુજને આવે વિચારો
          વિરહનું નમે પલ્‍લું જી રે.

આશા હવે તો એક જ રાખું છું
          જલદી પિયુને તેડાવું જી રે,
પિયુ સાથે આનંદમાં રહીને
          સુખી દિવસો વિતાવું જી રે.
                          * * *

ટિપ્પણીઓ નથી: