.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૩૪. પિયુ-પ્રિયા ગીત-3


(રાગ-આજ મારી મેના રે બોલે રે ગઢના...)

આજ મારા પિયુજી બેઠા રે ઘરના ઉંબરે,
          પિયુ તમે શું રે નીરખો છો? (ર)
આજ મારા પિયુજી બેઠા રે ઘરના ઉંબરે!

આજ મારી ગોરાંદે મલકે રે ગોરા મુખડે,
          હું તો નીરખું ગોરીનું રૂપ, (ર)
આજ મારી ગોરાંદે મલકે રે ગોરા મુખડે!

આજ રૂડા તારલા ચમકે રે ઊંચા આભમાં,
          એનું તેજ ઝળહળ થાય, (ર)
આજ રૂડા તારલા ચમકે રે ઊંચા આભમાં!

આજ રૂડો ચાંદો ચમકે રે ગોરીના મુખડે,
          એવું ગોરીનું મુખ સોહાય, (ર)
આજ રૂડો ચાંદો ચમકે રે ગોરીના મુખડે!

આજ મારા સૂના રે જીવનમાં આવી રોશની,
          મળ્‍યો કાંઈ પિયુનો સંગાથ, (ર)
આજ મારા સૂના રે જીવનમાં આવી રોશની!

આજ એવી પાનખર ગઈ ને વસંત આવી,
          હાથમાં દે ગોરી તારો હાથ, (ર)
આજ એવી પાનખર ગઈ ને વસંત આવી!

આજ મારા પિયુજી બેઠા રે અનેરા રંગમાં,
          મલક મલક થાય છે મુખ, (ર)
આજ મારા પિયુજી બેઠા રે અનેરા રંગમાં!

આજ મારીગોરાંદે નાચે રે મનના સંગમાં,
          નટખટિયું દેખાય છે મુખ, (ર)
આજ મારી ગોરાંદે નાચે રે મનના સંગમાં!
                          * * *

ટિપ્પણીઓ નથી: