.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૩૫. પિયુ-પ્રિયા ગીત-4


(રાગ-મારો સોનાનો ઘડુલિયો રે...)

મારા પિયુજી પાતળિયા રે,
          હા, મનડાં મારાં મોહે છે!
એની અણિયારી આંખ, એની વાંકલડી મૂછ;
          મુખ પર કેવી સોહે છે... હા, મનડાં...

મારી ગોરાંદે નટખટી રે,
          હા, મનડાં મારાં મોહે છે!
એની લટકાતી કેડ, એની પાતલડી કેડ;
          લચ લચ લચકોડે છે... હા, મનડાં...

મારા પિયુજી કારણિયે રે,
          હા, ગીતડાં મારે ગાવાં છે!
ઢોલના તાલમાં ને શરણાઈના સૂરમાં;
          સૌનાં મુખ મલકાવાં છે... હા, ગીતડાં...

મારી ગોરાંદે ગેલ કરે રે,
          હા, રૂપડું એનું જોવું છે!
જાણે ખીલેલું ફૂલ, ચંદ્ર ચડયો છે ચગડોળ;
          એને જોઈ ભાન ખોવું છે... હા, રૂપડું...

મારા પિયુજી છે હઠીલા રે,
          હા, હઠળા કેવા કરે છે!
એતો મારા છે દેવ, રૂડું કરું એનું પૂજન;
          આનંદના હોજ ભરે છે... હા, હઠળા...

મારી ગોરાંદેની તુલના રે,હા, ચંદ્ર સાથે ખોટી થાય છે!
ચંદ્ર છે કલંકિત, એમાં કલંકનો ડાઘ;
          નાનો-મોટો થતો જાય છે... હા, ચંદ્ર સાથે...
                          * * *

ટિપ્પણીઓ નથી: