.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૬૨. ફરી ચૂડલો નંદવાયો


(રાગ-માડી હું તો બાર બાર વર્ષે...ની પહેલી કડી પ્રમાણે)

એના ઉપર દુઃખના ડુંગરો યતરી આવ્‍યા રે;
          એને કયાંય નથી ચેન કે શાનભાન રે,
                    કોડિલી ચોધાર આંસુડે રડે!

વાદળો પણ દુઃખનો વરસાદ વરસાવે રે;
          આજ કાતિલ બની ગયો ભગવાન રે, કોડિલી...

દેવોએ આપેલ આશીર્વાદ આજ ખોટા પડયા રે;
          કોઈએ ન સંભાળ્‍યું નાવનું સુકાન રે, કોડિલી...

હૈયાના કોડ એના એક પણ પૂરા ન થયા રે;
          અવળાં પડી ગયાં બધાં એનાં નિશાન રે, કોડિલી...

વર્તમાન દિવસે દિવસે ભૂતકાળ બને રે;
          ઓછું થતું જાય જીવનતણું તાન રે, કોડિલી...

હવામાંહે સર્વત્ર કાળી ધુમ્‍મસ ફરી વળી રે;
          બધે જ વહે છે એક કરુણ ગાન રે, કોડિલી...

કોયલડીએ કરેલ મિલન ન ટકી શકયું રે;
          બધાની ગાયબ થઈ ગઈ મુસ્‍કાન રે, કોડિલી...

એનો સંસાર ઉજ્જડ આજ સાવ થઈ ગયો રે;
          એનું તૂટી પડયું છે દિલનું મકાન રે, કોડિલી...

એનું આખું જીવન ઝાંઝવા સમાન થઈ રહ્યું રે;
          પ્રભુજીનું કેવી રીતે જાળવે માન રે, કોડિલી...

પાણીમાં ઉપસેલો એ પરપોટો જાણે ફૂટયો રે;
          હરિયાળી બની ગઈ હવે વેરાન રે, કોડિલી...

એની સમીપ કયા મોઢે જઈ દિલાસો આપવો રે;
          એનો ધણી પહોંચી ગયો સ્‍મશાન રે, કોડિલી...

દુખિયારીનો ફરીવાર ચૂડલો નંદવાયો રે;
          એને છોડી ગયો છે એનો ભગવાન રે, કોડિલી...
* * *

ટિપ્પણીઓ નથી: