.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

16/5/11

૨૫. સસરાને...


(રાગ-ગામમાં પિયર ને ગામમાં સાસરું રે લોલ...)

સસરા તમારા દીકરા યુવાન છે રે લોલ,
          લડાવ્‍યા છે ખૂબ તમે લાડ જો;
          ઘરનો તે ભાર હવે એ ઉપાડશે રે લોલ!

તમારી મહેનત તમને ફળી છે રે લોલ,
          માનજો તમે પ્રભુનો પાડ જો;
          તમારો બોજ હળવો હવે કરશે રે લોલ!

કામ-કાજની ચિંતા તમે ત્‍યજી દેજો રે લોલ,
          કામનો થશે ખૂબ ઉપાડ જો;
          દીકરા તમારા છે ખૂબ મહેનતું રે લોલ!

મે'નત કરશું ને ફળ મેળવશું રે લોલ,
          સુખનાં ઊઘડશે કમાડ જો;
          દુઃખના દહાડા આપણા જતા રે'શે રે લોલ!

રામ-લક્ષ્મણ જેવા છે બંને દીકરા રે લોલ,
          સમૃદ્ધિનાં ઉગાડશે ઝાડ જો;
          કુટુંબની સમૃદ્ધિ તેઓ વધારશે રે લોલ!

તમે બનજો તેઓના માર્ગદર્શક રે લોલ,
          ઠેકાડજો અંધારાની વાડ જો;
          તમે આટલું તે કામ હવે કરજો રે લોલ!

દીકરા પછી બની જાશે હોશિયાર રે લોલ,
          વહે જીવનની ઘટમાળ જો;
          કામમાંથી તો લઈ લો પછી નિવૃત્તિ રે લોલ!

જીવનમાં સુવાસ તમે ફેલાવી છે રે લોલ,
          યાદ થશે એની લાંબો કાળ જો;
          તમારું આ જીવન સંદેશ બનશે રે લોલ!
                          * * *

ટિપ્પણીઓ નથી: