.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૪૭. માતાએ ગાયું ગીત


(રાગ-એક વણઝારી ઝૂલણ ઝૂલતી'તી...)

એક લીલૂડું રમણીય જંગલ હતું,
એમાં જીવન જીવતાં સૌ મઘમઘતું;
એક લીલૂડું રમણીય જંગલ હતું.

તહીં સર્વે ફ્રૂલડાંની ફોરમ આવતી,
સૂરજમુખીનું ફૂલ રહે ચમકતું;   એક લીલૂડું...

ઝાડ પવન સાથે ઝૂલા ઝૂલતાં હતાં,
ઝાડ નમસ્‍કાર કરતાં કેવું નમતું; એક લીલૂડું...

એક દિન આનંદમાં લહેરાતો હતો,
સૌનું મુખડું દેખાતું હતું મલકતું; એક લીલૂડું...

શુભ અવસર કોઈ ઉજવાતો હતો,
લગ્નગીત સંભળાતું'તું રણઝણતું;  એક લીલૂડું...

સિંહરાજા મહેમાન તેમાં બન્‍યા હતા,
ઓલ્‍યું સસલું ચાલે છડી પોકારતું;એક લીલૂડું...

પે'લા વાંદરાભાઈ રસોયા બન્‍યા હતા,
ભોજન બનાવ્‍યું સૌને મનભાવતું;  એક લીલૂડું...

સિંહણરાણી ગીતડાં તેમાં ગાતાં હતાં,
આતો હરણ-હરણીનું લગ્ન હતું;    એક લીલૂડું...

સુખી થવાનાં દંપતીને આશિષ આપ્‍યાં,
જીવન સુખી હતું એનું મઘમઘતું;  એક લીલૂડું...

બીજાં જંગલની હરણને માયા લાગી,
હરણ હરણીને છોડીને રહ્યું જતું;  એક લીલૂડું...

હરણી કંથની વાટલડી જોવા લાગી,
એનું જીવન વિરહમાં જતું વીતતું; એક લીલૂડું...
                          * * *

ટિપ્પણીઓ નથી: