.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૫૮. પિયુ કરે મનામણાં


(રાગ-કાંકરીના માર્યા કદી ન મરીએ...)

કરમમાં લખ્‍યાં કદી ન ટળતાં,
થવાનું જે હોય તે થાય, ગોરાંદે !
          રીસ છોડીને હવે આવો રંગમાં!

વિદેશી માયામાં લોકો રંગાતા જી રે,
ધનવાન થવાને જાય, ગોરાંદે ! રીસ..........

તમારો વિરહ હવે ટળ્‍યો છે જી રે,
મનનો ભાર દૂર થાય, ગોરાંદે ! રીસ..........

તમારી માફી દિલથી માગું છું જી રે,
કેમેય રીસ ભાગી જાય, ગોરાંદે ! રીસ..........

ઘરનો ભાર હવે ઉપાડીશ જી રે,
તમથી સુખથી રે'વાય,ગોરાંદે ! રીસ..........

કોયલ મસ્‍તીમાં આવી નાચતી જી રે,
મધુર ગીતડાં એ ગાય, ગોરાંદે ! રીસ..........

મોરલિયો કળા કરી નાચતો જી રે,
કેવો સુંદર એ દેખાય, ગોરાંદે ! રીસ..........

રાસ રચીએ ચાંદની રાતમાં જી રે,
આનંદ અનેરો લે'રાય, ગોરાંદે ! રીસ..........

રમવા બોલાવે રૂડી ચાંદની જી રે,
ઘરમાં તો કેમ બેસાય, ગોરાંદે ! રીસ..........

વે'લો ન આવ્‍યો એનો અફસોસ જી રે,
હવે આમ રીસાવાય, ગોરાંદે ! રીસ..........

વિદેશને દીધી છે તિલાંજલિ જી રે,
હવે નહિ કદી જવાય, ગોરાંદે ! રીસ..........

આવો ન રંગમાં તો મુજ સમ છે જી રે,
આટલું મોંઘું ન થવાય, ગોરાંદે ! રીસ..........
* * *

ટિપ્પણીઓ નથી: