.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૪૮. પિયુ કયારે આવશે?


(રાગ-મંડપ નીચે ઊભી'તી ને...)

બારણા વચ્‍ચે ઊભી'તી ને ઊંચી-નીચી થાતી'તી,
          હું તો વાટલડી જોતી'તી પ્રાણનાથની. (ર)
કયારે પિયુજી આવશે ને હૈડે લગાડશે,
          હું તો યાદમાં ઝૂરતી'તી પ્રાણનાથની. (ર)

કયારે પિયુજી આવશે ને પ્રિયા પ્રિયા' કરશે,
          હું તો વાણી ઝંખતી'તી પ્રાણનાથની. (ર)
કયારે પિયુજી આવશે ને મીઠી વાતો કરશે,
          હું તો વાતો સુણતી'તી પ્રાણનાથની. (ર)

કયારે પિયુજી આવશે ને મંદ હાસ્‍ય વેરશે,
          હું તો ખુશી ઝંખતી'તી પ્રાણનાથની. (ર)
કયારે પિયુજી આવશે ને કામ કોઈ ચીંધશે,
          હું તો સેવા ઈચ્‍છતી'તી પ્રાણનાથની. (ર)

કયારે પિયુજી આવશે ને ઘરે સાથે રહેશે,
          હું તો હાજરી ઈચ્‍છતી'તી પ્રાણનાથની. (ર)
કયારે પિયુજી આવશે ને ભાર ઓછો કરશે,
          હું તો સંગાથી બનતી'તી પ્રાણનાથની. (ર)

કયારે પિયુજી આવશે ને આનંદ લાવશે,
          હું તો રમૂજ ઈચ્‍છતી'તી પ્રાણનાથની. (ર)
કયારે પિયુજી આવશે ને નિરાશા ભગાડશે,
          એવી આશા રાખતી'તી પ્રાણનાથની. (ર)

કયારે પિયુજી આવશે ને મુખડું દેખાડશે,
          એવી કૃપા ઝંખતી'તી પ્રાણનાથની. (ર)
કયારે પિયુજી આવશે ને વિયોગ ભગાડશે,
          હું તો વાટલડી જોતી'તી પ્રાણનાથની. (ર)
                          * * *

ટિપ્પણીઓ નથી: