.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

16/5/11

૨૦. વિદાય પછી


(રાગ-એક આવ્‍યો'તો પરદેશી પોપટ...લગ્નગીત)

બધાં પાછાં વળ્‍યાં વિદાય પછી,
સૌની આંખેથી હતી અશ્રુધાર,
                મનડાં મૂંઝાતાં હતાં.

ધીમાં ડગે માતા ઘરે પહોંચ્‍યાં,
ઉંબરે જઈ  મૂકી  લાંબી  પોક, મનડાં...

ઘર એને સૂનું સૂનું ભાસતું,
અંદર  જવા થતું  નો'તું  મન, મનડાં...

દીકરીને વળાવી સાસરિયે,
ઘર ખાવા મૂકે  છે  જાણે દોટ, મનડાં...

દીકરી સાસરિયે સુખી થશે,
એમ મનનો કરે ઓછો ભાર, મનડાં...

દુઃખી મનડે એ ઘરમાં ગયાં,
જાણે  ઘરનું  ગયું  છે  જીવન, મનડાં...

પિતા બેઠા હાથ દઈ લમણે,
આંખેથી વહેતી'તી અશ્રુધાર, મનડાં...

મનમાં એક જ વિચાર હતો,
દીકરી ખૂબ ખૂબ સુખી થાય, મનડાં...

સૂરજ જાણે પશ્ચિમમાં યગ્‍યો,
પડે છે ચંદ્રનો  ઝાંખો  પ્રકાશ, મનડાં...

બધાં આપે છે માતાને ધીરજ,
પિતાને આપે  છે હૈયાધારણ, મનડાં...

પોતપોતાનાં ઘરે બધાં ચાલ્‍યાં,
સૌનાં  મુખ  ઉપર  હતું  દુઃખ, મનડાં...
                         * * *

ટિપ્પણીઓ નથી: