.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૫૪. પિયુની વાટલડી


(રાગ-કૃષ્‍ણ ભગવાન હાલ્‍યા દ્વારિકા ને...)

પિયુ  વસે છે પરદેશમાં ને
     આ અમને મૂકીને ઘેર, (ર) હોવે હોવે...
     હું તો હવે વાટલડી જોઉં પિયુ મારા!

પિતાને ઝંખી પુત્ર સ્‍વર્ગે ગયો
તોયે આવ્‍યા ન માયા મૂકી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

ધનના લોભમાં કેવા ફસાયા
     હવે આવો વિદેશ છોડી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

સંસાર જીવવો લાગે મુશ્‍કેલ
હવે આવોને પ્‍યારા સાથી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

વસંતઋતુ આવી ચાલી ગઈ
     આવી નૈ સવારી તમારી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

પાણીના બદલે દર્દે ભીંજાણી,
     તમારી પગલી ન પડી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

રૂદન મારાં ઠરી ઠામ થયાં
     ઘડી આવી ન મિલનની ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

કાગળ મુજથી પોં'ચી ન શકે
     મારે તો નથી કુંજલડી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

પાંખડી હોય તો યડીને આવું
એના વિના હું પડી રહી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

પ્રભુજી નિર્દય બની ગયો છે
     તમે આવોને દયા કરી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

ચારે બાજુથી દુઃખ આવી ગયું
     હવે સુખી કરોને આવી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...


વિરહની વાત તમે શું જાણો
     એ જાણે રહેલ એકલી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

કઠોર તમે તો શાને બનો છો
મેં તો સુધબુધ ગુમાવી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

કાળની કઠણાઈ કેવી બેઠી
હું તો ભોગવી રહી અહીં ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

માઝા મૂકી જીવનમાંતોફાને
     તમે કેમ આવતા નથી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

તમે છો કળાયેલા મોરલિયા
હું તો ઢેલ છું મૂંઝાયેલી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

તમારી ત્‍યાં ચઢતી થતી હશે
     આ થાય છે પડતી મારી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

હૃદય મારું ધકધક થાય
એનાથી જાવ છું હું ડરી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

જીવનને ખંડેર ન બનાવો
     તમે આનંદ લાવો કદી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

વિરહિણીને ન રે તડપાવો
     તમે આવોને દયા કરી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

ડૂબતી નાવને આવી બચાવો
     કોઈ લાવોને ધન્‍ય ઘડી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...

જલદી આવો પિયુ પાતળિયા
     તમે અરજ સુણી મારી ઘેર, (ર) હોવે હોવે... હું તો હવે...
* * *

ટિપ્પણીઓ નથી: