.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

16/5/11

૨૪. સાસુને...


(રાગ-ગામમાં પિયર ને ગામમાં સાસરું રે લોલ...)

સાસુ! બેઠાં બેઠાં માળા જપો રે લોલ,
          ને લો નિરાંતે પ્રભુજીનું નામજો;
          ઘરનાં તે કામ હું કરીશ રે લોલ!

ખાણું રાંધીશ પાણી ભરીશ રે લોલ,
          મનની ચિંતા છોડી દો તમામ જો; ઘરનાં...

તમારી ઉંમર થૈ પાકટ રે લોલ,
          કામમાંથી લૈ લો હવે આરામ જો; ઘરનાં...

સુખના દા'ડા તમારે આવ્‍યા રે લોલ,
          જાત્રા તમે કરજો ચાર ધામ જો; ઘરનાં...

નથી જીવન કોરો કાગળ રે લોલ,
          મનમાં તમારા ચોસઠધામ જો;
          એ મનની જાત્રા હું કરીશ રે લોલ!

તમે છો મુજ મનની દેવી રે લોલ,
          ભરજો મનમાં સદાયે હામ જો;
          પૂજા હું તો તમારી કરીશ રે લોલ!

જ્ઞાનનો ખજાનો તમે સાસુ રે લોલ,
          દૂર કરજો અજ્ઞાનની શામ જો;
          સેવામાં પ્રભુજી નિહાળીશ રે લોલ!

આજ્ઞા પાળીશ તમારી હોંશે રે લોલ,
          વર્તન કદી થાય નૈ બેફામ જો;
          ઘ્‍યાન એવું ખૂબ હું રાખીશ રે લોલ!

પ્રભુમય તમે બની જાવ રે લોલ,
          કરું તમને સદાયે પ્રણામ જો;
          ઘરનો ભાર હું ઉપાડીશ રે લોલ!
                          * * *

ટિપ્પણીઓ નથી: