.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૩૬. પિયુ-પ્રિયા ગીત-પ


(રાગ-લેજો રસિયા રે રૂમાલ...ની પહેલી કડી પ્રમાણે)

જોજો, પિયુજી રે મારા કેવા રંગદાર છે!
બીજાને મળતા મળે, મારા સંગદાર છે, જોજો...
એની કામની ધગશ કેવી ખંતદાર છે!
ઘરનો ભાર ઉપાડી બન્‍યા ભારદાર છે, જોજો...

જુવો, ગોરાંદે મારી કેવી ચમકદાર છે!
એના પગે નુપૂર કેવા ઝમકદાર છે, જુવો...
મારા કામમાં થતી અડધી ભાગીદાર છે,
એતો પળેપળની મારી તો સાથીદાર છે, જુવો...

જોજો, પિયુજી રે મારા કેવો નાચ નાચે છે!
જાણે સંસારી નાટકના એ કલાકાર છે, જોજો...
એના હૈયે હરખનો મોટો ઉમળકો છે,
એતો સર્વે કામોના ખૂબ જ જાણકાર છે, જોજો...

જુવો, ગોરાંદે મારી ખોટાં વખાણ કરે છે!
એ કામ કરવામાં કયો મોટો ઉપકાર છે, જુવો...
સમાજમાં રહી સમાજનું કામ થાય છે,
જેઓ ફરજ બજાવે તે જ હકદાર છે, જુવો...

જોજો, પિયુજી મારા ખૂબ મળતાવડા છે!
એતો રસ્‍તો ભૂલેલાના સાચા રાહદાર છે, જોજો...
એના મનથી ઊંચનીચ બધું સરખું છે,
એતો બધાના નજીકનાઅંગતદાર છે, જોજો...

જુવો, ગોરાંદેના બોલ કેવા તો સૂરીલા છે!
એના સૌંદર્યનો કેવો સુંદર નિખાર છે, જુવો...
એની માનવતાની ખુશબૂ બધે પ્રસરે છે,
મુજ જીવનની એતો સાચી પતવાર છે, જુવો...
                          * * *

ટિપ્પણીઓ નથી: