.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૪૯. સ્‍વપ્‍ન


(રાગ-ઊંચે રે ચડું ને નીચે ઊતરું...)

રાત્રે ઊંઘું ને સવારે ઊઠું,
પિયુ મને આવે સપનાં તમારાં અનેક,
          હો, પિયુજી રે! હો, વિદેશની
                માયાનો છૂટશે કયારે રંગ!

સપનામાં પિયુ તમે સાથે,
પિયુજી હું તો ઊંઠું ત્‍યારે રહું અટૂલી એક,
          હો, પિયુજી રે! હો, વિદેશની........

સ્‍વપ્‍નમાં દેખું કદી'ક હસતા,
પિયુજી કદી' દેખું નિરાશાનો અતિરેક,
          હો, પિયુજી રે! હો, વિદેશની........

સ્‍વપ્‍નમાં કદી'ક ઘેર આવતાં,
પિયુજી કદી'ક જતાં રહેતા દૂર છેક,
          હો, પિયુજી રે! હો, વિદેશની........

સ્‍વપ્‍ન તો કાચ કેરો ટુકડો,
પિયુ એતો ફૂટીને થાય કરચો અનેક,
          હો, પિયુજી રે! હો, વિદેશની........

વિયોગની વેદના ભગાડો,
પિયુજી હવેતો છોડોને વિદેશની ટેક,
          હો, પિયુજી રે! હો, વિદેશની........

સૂરજ કરે તમારી ઝંખના,
પિયુજી તમે બનોને હવે તો થોડા નેક,
          હો, પિયુજી રે! હો, વિદેશની........

કુટુંબનો ભાર કેમ સહું,
પિયુજી અબળાથી ભૂલી જવાય વિવેક,
          હો, પિયુજી રે! હો, વિદેશની........
                          * * *

ટિપ્પણીઓ નથી: