.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૬૩. બંને પતિના રાહે


(રાગ-કહી દેજો તમે સારી દુનિયાને...ફિલ્‍મ-કંકુ પગલાં)

કહી દેજો તમે એ ભગવાનને
          હું તો વેર લેવાનેઆવું છું,
          હિસાબ કરાવવા આવું છું!

કેટલી કોડિલીનાં તેં અરમાનો તોડી નાખ્‍યાં?
જીવ લઈ અકાળે કેટલાં નામ લૂંછી  નાખ્‍યાં;
હું આવું છું... હું આવું છું તારા દરબારમાં
          હિસાબ કરાવવા આવું છું,
          હું ન્‍યાય માગવાને આવું છું! કહી દેજો....

કેટલાંનો સંસાર ઉજ્જેડી તું રાજી થયો,
નિર્દય દિલ હતું તો શીદને કાજી થયો; હું આવું છું.......
          ત્રાજવું તોલાવવા આવું છું,
          મારું વેર લેવાને આવું છું! કહી દેજો....

કેટલાં ફૂલો ખીલતાં તેં મૂરઝાવી દીધાં,
કેટલાના લાડકવાયા તેં છીનવી લીધા; હું આવું છું.......
          સરવાળો કરવા આવું છું,
          ત્રાજવું તોલાવવા આવું છું; કહી દેજો....

એક પતિનો જીવ લીધો, પુત્ર શીદ લીધો,
ન અટકયો એટલે, બીજો પતિ પણ લીધો; હું આવું છું.......
          આ બધું પૂછવાને આવું છું,
          હું ન્‍યાય માગવાને આવું છું! કહી દેજો....

આટલાં દુઃખોનો ત્‍યાં હિસાબ દેવો પડશે,
એકેએક   પળનો   જવાબ    દેવો   પડશે; હું આવું છું.......
          મારું વેર લેવાને આવું છું! (ર)
હું આવું છું, હું આવું છું, હું... આ.... વું..... છુંઉંઉંઉં......!
* * *

ટિપ્પણીઓ નથી: