.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૬૧. પતિનો પોકાર


(રાગ-હરિ તું ગાડું મારું કયાં લઈ જાશ...)

પ્રભુ તું નાવ મારી ન રે ડુબાડ, પાર ઉતાર
પાર ઉતાર  રે  પાર  ઉતાર  રે  પાર  ઉતાર.

શાંત સમીરના સહારે આગળ વધતી જાય,
ઝંઝાવતી વમળમાં એ હાલકડોલક થાય; પ્રભુ તું...  પાર ઉતાર...

મારી નાવની પતવાર થૈ તું આગળ ધપાવ,
ભવસાગરના વમળમાં હેમખેમ રહી જાવ; પ્રભુ તું...  પાર ઉતાર...

તારી કૃપાજો હશે તો એને આવશે નહિ આંચ,
કૃપાવિહોણી તારી એ પકડી લેશે ઊંડી ખાંચ; પ્રભુ તું... પાર ઉતાર...

તારી અમીદૃષ્‍ટિ ખુશ હોય તો લાગે નહિ બીક,
તારા વિનાની ડૂબે, ભલે હોય કિનારો નજીક; પ્રભુ તું...  પાર ઉતાર...

તારા શરણમાં આવ્‍યો છું, મને તારો છે વિશ્‍વાસ,
અંધકાર અહીં ફેલાયો, તું આવી કર પ્રકાશ; પ્રભુ તું...  પાર ઉતાર...

સંકટમાં અટવાયલો હું આવ્‍યો છું તારા દ્વાર,
નાવ મારી આગળ વધારી કરી દે બેડોપાર; પ્રભુ તું...  પાર ઉતાર...

આરઝૂ તને કરું છું તું દેજે સદા મને સાથ,
તારા સહારે ભીડશું અમે તોફાન સાથે બાથ; પ્રભુ તું...  પાર ઉતાર...

દુખિયારાનો પોકાર સાંભળી તું કરજે વ્‍હાર,
નહિતર કે'વાશે તું વિશ્‍વાસઘાત કરનાર; પ્રભુ તું...  પાર ઉતાર...
* * *

ટિપ્પણીઓ નથી: