.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૪૬. ગીત સાંભળવાની હઠ


(રાગ-ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી...)

માતા મારું મનડું નાચે દલડું નાચે,
સંભળાવ એવું એક ગીત, એવું એક ગીત!

ગુલાબના ફૂલની સુગંધ આવે,
મોગરો ને જુઈ મુખ મલકાવે;
નાચી ઊઠે મારું ચિત્ત, સંભળાવ એવું...

મનની ઉદાસી મારી દૂર ભાગે,
થનક થૈ થૈ થનગનવા લાગે;
આનંદની થઈ જાય જીત, સંભળાવ એવું...

કોયલ-કાબર કલબલતાં આવે,
મીઠાં-મધુરાં-સરસ ગીતડાં લાવે;
આંગણે રંગોળી થાય અંકિત, સંભળાવ એવું...

ચાંદામામા સાથે વાતો હું કરું,
આકાશમાં એની સાથે હું ફરું;
સાંભળું વાર્તા નવી નિત, સંભળાવ એવું...

તારલા સાથે ધમાચકડી રમું,
બધાનો પ્‍યારો થઈ બધાને ગમું;
શિષ્‍ટતાની શીખી જાવ રીત, સંભળાવ એવું...

પરીઓના દેશનો વાયુ આવે,
સાથે પરીરાણીને ખેંચી લાવે;
બની જાવ એનો પરિચિત, સંભળાવ એવું...

દરેક દિવસ સુંદર લાગે,
ખીલતો રહું નિત્‍ય તુજ ચાગે;
ખોવાયેલું રહે ચિત્ત, સંભળાવ એવું...

મેના, પોપટ ને મોર બોલાવ,
નાચ નાચું ને એના સંગે ગાઉં
મેળવું હું બધે જીત, સંભળાવ એવું...

મનગમતા વાંદરા કૂદતા આવે,
હૂપ હૂપ કરી વગડાને ગજાવે
થાય એનાં પગલાં અંકિત, સંભળાવ એવું...

સિંહરાજા રૂડો નાચ દેખાડે,
રીંછભાઈ ત્‍યાં રમૂજ પમાડે
થઈ જાય બધાં આનંદિત, સંભળાવ એવું...

ભાતભાતની એમાં ભવાઈ આવે,
નાચે કૂદે ને બધાં રંગ રેલાવે
ગીતડાં ગાય ઉચિત, સંભળાવ એવું...

રંગલા-રંગલીના ખેલ આવે,
તાળીઓનો ગડગડાટ લાવે
કોઈ ન બને અળવિત, સંભળાવ એવું...

રૂપાળાં સસલાં મારી સાથે રમે,
અમારી રમતો બધાંને જ ગમે
આકર્ષાય સૌનું ચિત્ત, સંભળાવ એવું...

પિતાજી વિદેશમાંથી જલદી આવે,
ખૂબ રમકડાં મારા માટે લાવે
થૈ જાય મનઆનંદિત, સંભળાવ એવું...

પિતાજી આવીને ખોળામાં બેસાડે,
વાર્તા કહીને વિદેશ દેખાડે
રહે સંગાથે પિતાજી નિત, સંભળાવ એવું...
                          * * *

ટિપ્પણીઓ નથી: