.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૫૦. પિયુજીને કહેજો


(રાગ-કા'નુડાને કે'જો એકવાર ગોકુળિયામાં...)

પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે,
વિદેશમાંથી આવે અને દેશપ્રેમ જગાવે;
પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે!

પ્રેમના રે તરસ્‍યાં  અમે, ગળે  શોષ પડતા,
વિદેશમાંથી આવી અહીં પ્રેમ તો વરસાવે; પિયુજીને...

ભાવના રે ભૂખિયાં અમે ખૂબ ખૂબ દુઃખિયા,
વિદેશને છોડીને અહીં પ્રેમગંગ વહાવે; પિયુજીને...

નાનાં અમથી ઘરનો  ભાર  કેમ  સહેવાય?
વિદેશમાંથી આવે ને બોજો હલકો કરાવે; પિયુજીને...

નાનેરો બાળ નિરંતર પિતા, પિતા' ઝંખતો,
વિદેશમાંથી આવે અને બેટા કહી બોલાવે; પિયુજીને...

સુધબુધ રહે નૈ  અમે  ભાન  ભૂલી  જઈએ,
પિયુજી આવીને હવે અમને ભાનમાં લાવે; પિયુજીને...

ધનના રે મોહમાં આપણો દેશ તમે છોડયો,
વિદેશનું કામણ હવે ખૂબ દૂર ભગાવે; પિયુજીને...

આપનારો અહીં પણ હજાર હાથવાળો છે,
ટુકડો આપે પણ એ ભૂખ્‍યા ન સુવડાવે; પિયુજીને...

તમારા વિના તો અહીં છે ફૂલ કરમાયેલાં,
તમે આવો તો હવે ઋતુરાજ વસંત આવે; પિયુજીને...

તમારી યાદમાં અમારે બારેમાસ ચોમાસું,
નથી ઘરધણી હાજર પછી કોણ મનાવે; પિયુજીને...

સમયચક્ર  ફરે  દિવસ  વીતતા  જાય  છે,
લાંબો લાંબો વિરહ હવે કેટલોક સહાવે; પિયુજીને...
                          * * *

ટિપ્પણીઓ નથી: