.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૨૮. નણંદને...


(રાગ-આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્‍હાલો...)

મારાં નણંદબા મને લાગે બહુ વ્‍હાલાં,
          દુઃખ ન લાગડશો એને કોઈ ઠાલાં!

ખેલો-કૂદો, મોજ કરો નણંદબા,
ખુશીનો ભંડાર  ભરો નણંદબા;
પછી નહિ ચાલે કોઈ કાલાવાલા,
          દુઃખ ન લગાડશો પછી તમે ઠાલાં!

સાથ સુહાનો મને લાગે તમારો,
રહો સાથે તમે  બધા  અવતારો;
પ્રભુને કરું છું એટલે કાલાવાલા,
          દુઃખ ન લગાડશો નણંદબા ઠાલાં!

હાસ્‍ય તમારું  ચાંદને  શરમાવે,
અમાસની રાતે ચાંદની ફેલાવે;
કદી ન રુઠશો તમે અરે, ઓ સાલા,
          દુઃખ ન લગાડશો પછી તમે ઠાલાં!

રાસ રમવામાં  તો  તમે છો એકા,
મન મોહે તમારા ગાવાના લ્‍હેકા;
રાસ રમો તમે ને નાચે નંદલાલા,
          દુઃખ ન લગાડશો નણંદબા ઠાલાં!

પૂનમની રાતમાં  ચંદ્ર ખીલે છે,
ન્નયારે તમારું રૂડું મુખ ખીલે છે;
ત્‍યારે લાગો છો મને તોઅધિક વ્‍હાલા,
          દુઃખ ન લગાડશો પછી તમે ઠાલાં!

તમારા નામનો  લઈ એકતારો,
ગલીએ ગલીએ ઘૂમે છે હજારો;
પ્રભુ બને તમારા રૂપના રખવાલા,
          દુઃખ ન લગાડશો નણંદબા ઠાલાં!
                          * * *

ટિપ્પણીઓ નથી: