.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

16/5/11

૨૩. દેવોને આમંત્રણ

(રાગ-સોમવારે નમું રે શંકરદેવને...)

બીજા સંસારમાં પગલાં મેંતો માંડયાં,
મૂંઝવી  રહ્યા   છે અજાણતાના  સૂર,
           આરાધે વહેલા પધારજો!

પહેલા    બોલાવું   ગણપતિદેવને,
વિઘ્‍નેશ્‍વરાય વિઘ્‍ન કરો તમે દૂર, આરાધે...

દેવ તમે  એક  વેણ  એવું આપજો,
જીવનમાં ફૂટે નૈ દુઃખનાં અંકુર, આરાધે...

બીજા   બોલાવું   મહાદેવ  શંકરને,
ભોળા તમે કદી ન બનજો નિષ્ઠુર, આરાધે...

પ્રભુ! આવીને દર્શન તમે આપજો,
વહાવજો સુખ અને ભકિતનાં પૂર, આરાધે...

ત્રીજા બોલાવું  દિનપતિ સૂરજને,
મુખ પર આપજો ચમકતું નૂર, આરાધે...

જીવન  મારું  પ્રકાશિત બનાવજો,
અંધકારને કરી દેજો તમે દૂર, આરાધે...

ચોથા બોલાવું  સંગીતજ્ઞ ગાંધર્વને,
જીવનમાં આપજો સંગીતના સૂર, આરાધે...

સંગીત  સમાન  જીવન સૌને ગમે,
સંગીત જેમ બની જાય મશહૂર, આરાધે...

પાંચમાં  બોલાવું  મનડાના  દેવને,
આવો તમે! હું થઈ જાઉં ગાંડીતૂર, આરાધે...

આવી તમે આ જીવન શણગારજો,
બની જાઉં તમારા નશામાં હું ચૂર, આરાધે...
                          * * *

ટિપ્પણીઓ નથી: