.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૪૨. વિદેશ વિદાય


(રાગ-સહિયર મોરી ચાંદો ઊગ્‍યો ચોક જો...)

સ્‍વામી ! તમે વિદેશ ભલે જાવ જો,
     વિદેશમાંથી જલદી પાછા આવજો રે લોલ!
સ્‍વામી ! અમે જોશું તમારી વાટ જો,
     લાંબો વિરહ તમે ન કરાવજો રે લોલ!

સ્‍વામી ! તમને કપાળે કરું તિલક જો,
     પ્રભુજી આપે તમને સફળતા રે લોલ!
સ્‍વામી ! મેં તો તૈયારી સઘળી કરી જો,
     જલદી જલદી ન નીકળતા રે લોલ!

સ્‍વામી ! વિદેશનું લાગે ન પાણી જો,
     શરીરનું ઘ્‍યાન તમે રાખજો રે લોલ!
સ્‍વામી ! થાય હવામાનનો બદલો જો,
     એના સામે તે ઝીક ઝીલજો રે લોલ!

સ્‍વામી ! તમારાં સપનાં સાકાર થાય જો,
     સિદ્ધિઓ તમારા પગ ચૂમે રે લોલ!
સ્‍વામી ! મનમાં આવે આવો વિચાર જો,
     મન મારું ઝૂમઝૂમ ઝૂમે રે લોલ!

સ્‍વામી ! બધે ચડતી તમારી થાય જો,
     પડતી કોષો દૂર ભાગે રે લોલ!
સ્‍વામી ! આપણી વાડી લીલી થાય જો,
     એ જ આશા ઉરથી જાગે રે લોલ!

સ્‍વામી ! તમે ધીમે ડગ માંડો જો,
     શુકનનાં પાડજો પગલાં રે લોલ!
સ્‍વામી ! લીધું મનને મનાવી જો,
     જલદી આવજો દેખાડી કલા રે લોલ!
                         * * *

ટિપ્પણીઓ નથી: