.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૬૦. ખરાબ આશંકા


(રાગ-આજ હૈયાની નાવડી રે મધદરિયે ઝોલા ખાય...ફિલ્‍મ-રાજરાજવણ)

આજ પિયુ મારા મનમાં રે અમંગળ વર્તાય.(ર)
જુઓ મારી આંખ ફરકે, મનમાં કૈં કૈં થાય,
ફૂલ બધાં બિડાવાં  લાગ્‍યાં, વાયુ રોકાય જાય;
એ... પૂર્વની વાદળી આજે, પશ્ચિમમાં ભાગી જાય, પિયુ મારા...

સૂરજ આજ ડૂબી ગયો, ચંદ્ર સંતાય જાય,
તારલા આજ ભાગી ગયા, કોણ શોધવા જાય?
એ... વાદળાયે છાનાછપ, વીજળીરાણી રીસાય, પિયુ મારા...

નદીઓનાં વહેણ બદલ્‍યાં, ઊંધાં ચાલ્‍યાં જાય,
સમુદ્ર જાણે ખાલી થાય, ખાડા ભરાય જાય;
એ... પશુઓ પાણીમાં ગયાં, માછલી ભૂમિમાં જાય,પિયુ મારા...

મોરલો આજ નાચતો નથી, કોયલ ન ગાય,
વસંતઋતુમાં જાણે પાનખર આવી જાય;
એ... પાણી પડતું બંધ થયું, ગરમીથી નહાય, પિયુ મારા...

ફૂલ ખુશબૂ છોડતું નથી, ભમરો ખાલી જાય,
બાગનું રખોપું કરતો માળી કેમ મૂંજાય?
એ... કાળની થપ્‍પડ પાસે, પાણીપણું વીસરાય, પિયુ મારા...

વીણા લીધી હાથમાંહે પણ સૂર ન કઢાય,
સુખ તો દૂર ભાગી ગયું, દુઃખનો વાયુ વાય;
એ... પ્રભુની નિર્દયતાથી, કોઈનું સ્‍વપ્‍ન રોળાય, પિયુ મારા...

અરમાનો જે દેતો, એ જ કેમ ભરખી જાય,
યમના ઘરે દીપક ઝબક ઝબક થાય;
એ... ધીરે ધીરે પ્રકાશ એનો, કેમ તો ઝંખવાય, પિયુ મારા...

મંજિલ તો દૂર છે ને તોફાન આવતું જાય,
સઢ તૂટી જાય, નાવ હાલક-ડોલક થાય;
એ... મધદરિયામાં મારી, નાવલડી ડૂબી જાય, પિયુ મારા...
* * *

ટિપ્પણીઓ નથી: