.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

16/5/11

૧૮. સાસુ ઉર્ફે માતાની વિદાય


(રાગ-દીકરી ને ગાય, દોરે ત્‍યાં જાય...પારકી થાપણ)

બેટા રે! વિધાતાના લેખ કોઈથી ન ભુંસાય,
               સંસાર સ્‍ત્રીનો સહારો કે'વાય;
જેનો સંસાર રોળાય એ સ્‍ત્રી ઠેબાંખાતી જાય,
               સંસાર સ્‍ત્રીનો સહારો કે'વાય!

વિધવા થવાના લખ્‍યા હશે તારા ભાગ્‍યે લેખ,
ફરી  પરણવા   તારે   મારી   શકે  કોણ  મેખ?
બેટા રે! તારી વિદાય મારાથી કેમ ખમાય,
               સંસાર સ્‍ત્રીનો સહારો કે'વાય;
જેનો સંસાર રોળાય એને દુઃખડાં ન માય, સંસાર...

નવા સંસારમાં જઈ તું રે'જે સદા હસતી,
પતિદેવને સાથ  દેજે  સદા  તું  મલકતી;
બેટા રે! જીવન તારું દુઃખમાં ન રોળાય,
               સંસાર સ્‍ત્રીનો સહારો કે'વાય;
સંસાર વિનાની નારી વામણી ખૂબ ગણાય, સંસાર...

સાસુ-સસરાનો પડયો બોલ તું હોંશે પાળજે,
ખંતથી  સેવા  કરજે   એના  પગ  પખાળજે;
બેટા રે! સાસરિયે રહેવું શાંતિથી સદાય,
               સંસાર સ્‍ત્રીનો સહારો કે'વાય;
એવાં કામ કરવાં જેથી બધાં હરખાય, સંસાર...

ઈશ્‍વર તને જીવનમાં સદાયે આપે સાથ,
મુશ્‍કેલી ન આવે હેમખેમ રહે પ્રાણનાથ;
બેટા રે! મન તારું જેથી કદી'યે ન મૂંઝાય,
               સંસાર સ્‍ત્રીનો સહારો કે'વાય;
હરપળે જીવનમાં કરે સંસાર સહાય, સંસાર...
                         * * *

ટિપ્પણીઓ નથી: