.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૨૭. દિયરને...


(રાગ-હા, હા રે! ગોકુળની ગોવાલણી રે...)

હા, હા રે! નાનેરા દેરીડા રે જલ્‍દી તું બન મહાન,
          એ... તારી યુવાનીનું સંભળાય ગાન રે,
          નાનેરા દેરીડા રે જલ્‍દી તું બન મહાન!

તારી મે'નતને હેતથી વધાવશું દેરીડા!
તારો અનુભવ અમે અપનાવશું દેરીડા!
          એ... તારી મહાનતાનાં ગાશું અમે ગાન રે, નાનેરા...

અમને ન કદીએ ભૂલી જાતો રે દેરીડા!
તોડજે ન આપણો રૂડો નાતો રે દેરીડા!
          એ... તું ઘરનો છે કામણગારો કા'ન રે, નાનેરા...

નાનપણનાં નખરાં તું છોડી દે દેરીડા!
ગંભીરતા તરફ મુખ મોડી દે દેરીડા!
          એ... હવે તો બની જાજે તું ધૈર્યવાન રે, નાનેરા...

માબાપની આજ્ઞાનું પાલન કરજે દેરીડા!
આ ભાભલડીની વાત ઘ્‍યાને ધરજે દેરીડા!
          એ... જીવનમાં બનજે તું નિષ્ઠાવાન રે, નાનેરા...

માત-પિતાનાં હેત તને મળ્‍યાં રે દેરીડા!
સૌના આશીર્વાદ જાણજે ફળ્‍યાં રે દેરીડા!
          એ... ઘરમાં આવશે રૂડી મુસ્‍કાન રે, નાનેરા...

મારી રૂપાળી દેરાણી શોધશું રે દેરીડા!
જાણે પરીઓની રાણી શોધશું રેદેરીડા!
          એ... તેડાવશું અમે રૂડા મહેમાન રે, નાનેરા...

અમે આનંદથી તને પરણાવશું રે દેરીડા!
આપણા ગામને ગીતોથી ગુંજાવશું રે દેરીડા!
          એ... તારી જોડશું જાડેરી અમે જાન રે, નાનેરા...
                          * * *

ટિપ્પણીઓ નથી: