.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૩૯. બાળ સૂરજ


(રાગ-કા'નુડો માગ્‍યો દેને...)

સૂરજ છે નાનો બાળ,
બાલુડા મિત્રો! સૂરજ છે નાનો બાળ!

ભાખોડિયાભર એ ચાલતો થયો,
એને રેઢો મૂકતા પડે છે ફાળ, બાલુડા મિત્રો...

કનૈયા જેવાં હજુ નખરાં ન આવડે,
ઈ ખોવાઈ તો કાઢવી પડે ભાળ, બાલુડા મિત્રો...

રેશમી રૂ જેવી કાયા કૂણી છે,
એના સોનેરી ચમકે છે વાળ, બાલુડા મિત્રો...

ચંદ્રની કળાઓને પાછળ પાડી દે,
દૂર રે'શે જગની માયાજાળ, બાલુડા મિત્રો...

બુદ્ધિ એની ખૂબ તેજસ્‍વી થશે,
એનું હૈયું બનશે વિશાળ, બાલુડા મિત્રો...

ગુલાબી હોઠે મરક મલકતો,
એનું હૈયું કેવું છે હેતાળ, બાલુડા મિત્રો...

જિજ્ઞાસુ આંખોથી એકીટસે જોતો,
કદી બની જાય છે શરમાળ, બાલુડા મિત્રો...

કાલી કાલી બોલીમાં મા, મા' કહેતો,
હાસ્‍યનો પીરશે રસથાળ, બાલુડા મિત્રો...

સૂરજ મારો નહિ બોઘો બને,
એતો થશે ચોખ્‍ખો વાચાળ, બાલુડા મિત્રો...

થાકી જાય પછી નીંદરમાં ઘેરાય છે,
એતો ઊંઘી જાય છે તત્‍કાળ, બાલુડા મિત્રો...
                          * * *

ટિપ્પણીઓ નથી: