.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૨૬. દિયરને...


(રાગ-મેંદી તે વાવી માળવે ને...)

નાના દેરીડા લાડકા, તું જાજે નિશાળે ભણવા રે,
               ભણીને હોશિયાર થાજે રે!
જ્ઞાન દીપક છે જીવનનો, તું સાથ એનો લેજે રે,
               સહારાથી આગળ જાજે રે!

ભાઈનો છે તું ભાગીદાર, આપજે કામમાં સાથ રે,
               બોજને હળવો કરવા રે!
ભાઈઓ મળી ભેગા રે'જો, દેજો પરસ્‍પર સાથ રે,
               સુખના કોઠાર ભરવા રે!

કુટુંબમાં તું છે નાનેરો, તેથી પામ્‍યો વધુ હેત રે,
               એનાથી તું ફુલાતો નહિ રે!
માબાપની આજ્ઞા પાળજે, ચૂકવવા એનું ઋણ રે,
               એને તું ભૂલી જાતો નહિ રે!

નમ્રતા જીવનમાં રાખજે, કરજે આત્‍મસાત રે,
               ગુસ્‍સાથી તો મન બગડે રે!
કૂપમંડૂક થાતો નહિ, મેળવજે અનુભવ રે,
               ભમજે શહેર-વગડે રે!

પ્રભુજી તારી સાથે છે, સાથે સૌના આશીર્વાદ રે,
               જગને તું સર કરીશ રે!
સૂર્ય-ચંદ્ર ઝાંખા લાગશે તારી પ્રતિભા આગળ રે,
               ત્‍યારે તું મહાન બનીશ રે!

ભાભલડી તારી હરખે હું ગાઈશ તારાં ગીત રે,
               ઓવારણાં તારાં લઈશ રે!
શિખરોને સર કરીને ઘેર જયારે તું આવીશ રે,
               ત્‍યારે તને હું વધાવીશ રે!
                          * * *

ટિપ્પણીઓ નથી: