.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૪૩. વિદેશ વિદાય દેતા


(રાગ-મણિયારો તે હાલું હાલું થઈ રહ્યો..)

પિયુજી પરદેશમાં હાલ્‍યા
          ને મારાં મનડાં માને નહિ રે;
સયર મારી ! સૂરજ છે નાનો બાળ,
સખી મારી ! સૂરજ છે નાનો બાળ!

પિયુજી પરદેશના ચાહક
          ને હું તો ભાન ભૂલી ગઈ રે;
સયર મારી ! આ દુઃખ કેમ સહું,
સખી મારી ! આ દુઃખ કેમ સહું!

પિયુજીને કમાવવું છે ધન
          ને મારે જોઈએ એનો સાથ રે;
સયર મારી ! વિયોગ વસમો લાગશે,
સખી મારી ! વિયોગ વસમો લાગશે!

પિયુજી બની ગયા પરોણિયા
          મને રાખી સૂરજ સંગાથ રે;
સયર મારી ! ઘરનો ભાર મને સોંપ્‍યો,
સખી મારી ! ઘરનો ભાર મને સોંપ્‍યો!

પિયુજી વગાડતા વાંસળી
          ને ભૂલી જતી હું ભાન રે;
સયર મારી ! આ દુઃખ કેમ સહું,
સખી મારી ! આ દુઃખ કેમ સહું!

પિયુજી કરતા વાતલડી
          ને હું સુણતી દઈ કાન રે;
સયર મારી ! વિયોગ વસમો લાગશે,
સખી મારી ! વિયોગ વસમો લાગશે!

પિયુજી મન કઠણ કરે
          ને મારું મન રડી પડે રે;
સયર મારી ! વેદના વધતી જાય છે,
સખી મારી ! વેદના વધતી જાય છે!

પિયુજીને પરદેશે મોભ
          ને ઘરેથી નીકળી પડે રે;
સયર મારી ! પરદેશનો મોહ કેમ જાગ્‍યો?
સખી મારી ! પરદેશનો મોહ કેમ જાગ્‍યો?

પરદેશ સમૃદ્ધ કેમ થયો
          ને થયો ન આપણો દેશ રે;
સયર મારી ! દેશને દીનતા ઘેરી વળી,
સખી મારી ! દેશને દીનતા ઘેરી વળી!

દીનતાએ અનેક ખોઈ દીધા
          ને ગયા તેઓ વિદેશ રે;
સયર મારી ! વિદેશનો રંગ સૌને લાગ્‍યો,
સખી મારી ! વિદેશનો રંગ સૌને લાગ્‍યો!

ધન કમાઈ કયારે આવે
          ને કયારે મિલન થાય રે;
સયર મારી ! વાટડી જોવાનો વખત આવ્‍યો,
સખી મારી ! વાટડી જોવાનો વખત આવ્‍યો!

વિદાય દેતાં મન ભાંગી પડે
          ને આંખ ભીંજાય જાય રે;
સયરમારી ! જલદી પાછા આવી જાય,
સખી મારી ! જલદી પાછા આવી જાય!
                          * * *

ટિપ્પણીઓ નથી: