.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

16/5/11

૨૨. સધવાની પ્રાર્થના


(રાગ-સત્‍સંગમાંથી રજા લઈને સૌને...)

એક સાસરેથી પરણી બીજા સાસરે આવી,
એમાં થઈ જો કંઈ ભૂલ હોય તો
          પ્રભુ! મને માફ કરજો! (ર)

એક ચૂડલો નંદવાયો બીજો ચૂડલો પે'ર્યો,
એમાં થઈ જો કંઈ ભૂલ હોય તો
          પ્રભુ! મને માફ કરજો! (ર)

આ દુનિયામાં તેઓને સુખ ન મળ્‍યું,
એ દુનિયામાં સુખ આપજો,
પ્રભુ! એટલી કૃપા કરીને
          એનું દુઃખ તમે હરજો! (ર)

એક ભવના બે ભવ કરીને,
વૈધવ્‍ય મારું આજે ભાંગ્‍યું,
એમાં જો કંઈ ખોટું થયું હોય તો
          પ્રભુ! મને માફ કરજો! (ર)

નવો પતિ થયો, નવો સંસાર થયો,
નવી દુનિયામાં આવી આજે,
એમાં જો કંઈ વિઘ્‍ન હોય તો
          પ્રભુ! તમે દૂર કરજો! (ર)

કામણગારો છે મારો લાડલો પતિ,
મનડું નિર્મળ નિરાળું છે,
નજર કોઈની ન લાગે તેથી
          પ્રભુ! એની રક્ષા કરજો! (ર)

અટપટી છે જિંદગીની ઘટમાળ,
અટવાઈ એમાં રહેવું પડે,
હું પણ એમાં અટવાઈ ગઈ
          પ્રભુ! હૈયે હામ ભરજો! (ર)
                          * * *

ટિપ્પણીઓ નથી: