.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૫૭. પિયુજી પધાર્યા


(રાગ-સહિયર મોરી ચાંદો યગ્‍યો ચોક જો...)

સહિયર મોરી આનંદ આજ અનેરો જો,
          પિયુજી વિદેશમાંથી આવ્‍યા રે લોલ!
સહિયર મોરી હવે સુધરશે ફેરો જો,
          પિયુજી વિદેશમાંથી આવ્‍યા રે લોલ!

સહિયર મોરી દીવડિયા પ્રગટાવું જો,
          આરતી એની હું તો ઉતારું રે લોલ!
ગલીએ ગલીએ સાથિયા પૂરાવું જો,
          ઘર સજાવી દઉં અમારું રે લોલ!

સહિયર મોરી આ દુઃખનો આવ્‍યો અંત જો,
          આવી ગ્‍યા એલી, એલી' કે'નારા રેલોલ!
ખવડાવું એને શીરો, પૂરી ને સેવ જો,
          આવ્‍યા મુજ રસોઈ ખાનારા રે લોલ!

સહિયર મોરી ગવડાવું હું તો રાસ જો,
          સરખી સહેલીઓના સંગે રે લોલ!
આનંદતણી વાત કેમ વર્ણવું જો,
          રોમેરોમ નાચે છે ઉમંગે રે લોલ!

સહિયર મોરી મોરલિયા ટહુકિયા જો,
          કોયલ છેડે છે સરગમ રે લોલ!
વાદળાઓએ તોડયું પોતાનું મૌન જો,
          ઢોલ વગાડે છે ઢમઢમ રે લોલ!

(શાંત સ્‍વરે...)
સહિયર મોરી દુઃખ હૈયે એક રહ્યું જો,
          મિલન ન થયું પુત્ર સાથે રે લોલ!
તૂટી પડયો છે મારા ઉપર આ પહાડ જો,
          ભાર રહ્યો છે એટલો માથે રે લોલ!
* * *

ટિપ્પણીઓ નથી: