.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૫૧. પુત્ર-મરણ


(રાગ-બાર બાર વરસે નવાણ ગળાવ્‍યાં...)

સૂરજ એનો માંદો પડયો,
     માતા  બની છે એની બાવરી જી રે!
પુત્રના દુઃખે બની દુઃખી,
     આંખે વહે ગંગા-ગોદાવરી જી રે!

સારા સારા વૈદ્ય તેડાવ્‍યા,
     તેડાવ્‍યા અનુભવી દાકતરો જી રે!
પુત્રને કોઈ સાજો કરો,
     પૈસા ગમે તેટલા વાપરો જી રે!

વૈદ્યોએ ઓસડિયાં ઘસ્‍યાં,
     દાકતરોએ તપાસી છે નાડી જી રે!
બધા આજે કામે લાગ્‍યા છે,
     લીલુડી રાખવા એની વાડી જી રે!

રાત-દિવસ જોયા વિના,
     સૂરજની કરે સારવાર જી રે!
મથામણ ખૂબ કરી છે,
     રોગનો ન મળ્‍યો અણસાર જી રે!

વૈદ્યોએ હાથ ધોઈ નાખ્‍યા,
     મદને પોતાનું કામ કર્યુંજી રે!
સૂરજની ખેંચાણી નાડી,
     અંતિમ ડૂસકું એક ભર્યું જી રે!

નમાલા મુખે દાકતરોએ,
     સંઘ્‍યા સમયે દીધી બાતમી જી રે!
રૂદનનો સૂર છોડયો માએ,
     સૂરજ ગયો એનો આથમી જી રે!
                          * * *

ટિપ્પણીઓ નથી: