.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૩૨. પિયુ-પ્રિયા ગીત-1


(રાગ-લીંબુડાં ઝૂલે તારા બાગમાં...)

મૂછ ઝૂલે તમારા મુખડે,
     પિયુજી મારા ! મૂછ ઝૂલે તમારા મુખડે!
એ જી! એના આંકડા વળી જાય રે,
     પિયુજી મારા ! મૂછ ઝૂલે તમારા મુખડે!

મૂછડી છે નરનું પ્રતીક,
     ગોરાંદે મારી ! મૂછડી છે નરનું પ્રતીક!
એ જી! એમાં નરનું પાણી દેખાય રે,
     ગોરાંદે મારી ! મૂછડી છે નરનું પ્રતીક!

આટલું ગુમાન ન કરશો,
     પિયુજી મારા ! આટલું ગુમાન ન કરશો!
એ જી! આ મૂછનું પાણી ન જાય રે,
     પિયુજી મારા ! એટલું ઘ્‍યાન તમે રાખજો!

બોલ્‍યું કદી' ન રે બદલાય,
     ગોરાંદે મારી ! બોલ્‍યું કદી' ન રે બદલાય!
એ જી! આ ખોળિયેથી જીવ ભલે જાય રે,
     ગોરાંદે મારી ! બોલ્‍યું કદી' ન રે બદલાય!

દિલથી તમને આવકારું,
     પિયુજી મારા ! દિલથી તમને આવકારું!
એ જી! મારા હૈયે માન યભરાય રે,
     પિયુજી મારા ! દિલથી તમને આવકારું!

હાથમાં મૂકી દે તારો હાથ,
     ગોરાંદે મારી ! હાથમાં મૂકી દે તારો હાથ!
એ જી! બંને દલડાં એક થૈજાય રે,
     ગોરાંદે મારી ! હાથમાં મૂકી દે તારો હાથ!
                          * * *

ટિપ્પણીઓ નથી: