.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૪૦. હાલરડું


(રાગ-પારણ્‍યાં બંધાય, માતા જશોદાજી ગાય...)

રમીનેથાકી જાય, સૂરજ નીંદરમાં ઘેરાય,
સૂરજ મારો ઘોડિયામાં હમણાં ઊંઘી જાય!
          મારા સૂરજને હેતથી સુવડાવું,
          હું તો   હરખે  હાલરડાં  ગાઉં;
સૂરજ જાય પોઢી, માથે રૂમાલ ઓઢી;
એતો કેવો દેખાય,
સૂરજ મારો..... ! રમીને થાકી.....
          ઘોડિયા ઉપર પોપટ બેસાડું,
          મોરલાનાં પીંછડાં હું દેખાડું;
કરે અનેક રમતો, જાણે કયાં કયાં ભમતો;
સૂરજ કેવો હરખાય,
સૂરજ મારો..... ! રમીને થાકી.....
          એને ઘૂઘરો હું નવરંગો આપું,
          એનો અવાજ  સુંદર  હું  કાઢું;
એતો કેવો રમે, મને ખૂબ જ ગમે;
કેવો આનંદિત થાય,
સૂરજ મારો..... ! રમીને થાકી.....
          એના માટે હું શીરો બનાવું,
          વ્‍હાલી ગાવડીનું દૂધ  પાઉં;
એતો ઉતાવળો થાય, એના ગાલ બગડી જાય;
મારો આનંદ ન માય,
સૂરજ મારો..... ! રમીને થાકી.....
          પરી આવે  એને  સપનામાં,
          મીઠી વાતો કહે ચાંદામામા;
એતો આમ-તેમ ફરે, બધું જોયા કરે;
કેવો સમજુ  કે'વાય,
સૂરજ મારો..... ! રમીને થાકી.....
          ઘોડિયાને સોનાથી મઢાવું,
          એમાં ચાંદીનાં કડાં નખાવું;
એમાં પોઢે મારો બાળ, એતો કેવું શુકનિયાળ;
ધીમે ધીમે મોટો થાય,
સૂરજ મારો..... ! રમીને થાકી.....
          ચાંદની રાતમાં એને રમાડું,
          એને ભાવતું ચૂરમું જમાડું;
એતો ડગું ડગું ચાલે, રૂડા આનંદમાં મ્‍હાલે;
ચાલતા કદી પડી જાય,
સૂરજ મારો..... ! રમીને થાકી.....
          વાંસળી કેવી રૂડી વગાડે,
          એતો સૂતેલાને જગાડે;
કરે મને હેરાન, ખૂબ જ રાખું એનું ઘ્‍યાન;
કયારેય પોરો ન ખાય,
સૂરજ મારો..... ! રમીને થાકી.....
          એતો એવો નાચ નાચે,
          જાણે કલાકાર બિરાજે;
એતો નાચે થનક થૈ, જાણે ભાન ભૂલી જૈ;
સાથે કાલુ કાલુ ગાય,
સૂરજ મારો..... ! રમીને થાકી.....
          હવે રહી તમન્‍ના એક,
          એને શકિત મળે અનેક;
મારી ઈચ્‍છા પૂરી થાય, એ મહાન બની જાય;
ત્‍યારે સાચો કહેવાય,
સૂરજ મારો..... ! રમીને થાકી.....
                          * * *

ટિપ્પણીઓ નથી: