.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૩૩. પિયુ-પ્રિયા ગીત-ર


(રાગ-લીંબુડાં ઝૂલે તારા બાગમાં...)

આભાર જરૂર એનો માનવો,
     પિયુજી મારા ! આભાર જરૂર એનો માનવો!
એ જી! જેણે કર્યું આપણું સર્જન રે,
     પિયુજી મારા ! આભાર જરૂર એનો માનવો!

ભગવાનની લીલા છે નિરાળી,
     ગોરાંદે મારી ! ભગવાનની લીલા છે નિરાળી!
એ જી! એના થકી જીવે છે સૌ જન રે,
     ગોરાંદે મારી ! ભગવાનની લીલા છે નિરાળી!

પ્રભુએ મિલન આપણું કર્યું,
     પિયુજી મારા ! પ્રભુએ મિલન આપણું કર્યું!
એ જી! પ્રભુ ટકાવે આ મિલન રે,
     પિયુજી મારા ! પ્રભુએ મિલન આપણું કર્યું!

કુટુંબ ને કૂળને દીપાવજે,
     ગોરાંદે મારી ! કુટુંબ ને કૂળને દીપાવજે!
એ જી! નિષ્ઠા છે સાચું આપણું ધન રે,
     ગોરાંદે મારી ! કુટુંબ ને કૂળને દીપાવજે!

મનડાંને તમારાં સંભાળજો
     પિયુજી મારા ! મનડાંને તમારાં સંભાળજો!
એ જી! આ મોંઘા મૂલું છે આપણું મન,
     પિયુજી મારા ! મનડાંને તમારાં સંભાળજો!

દુનિયા સાથે આગળ વધવું,
     ગોરાંદે મારી ! દુનિયા સાથે આગળ વધવું!
એ જી!નીખરશે આપણું જીવન રે,
     ગોરાંદે મારી ! દુનિયા સાથે આગળ વધવું!
                          * * *

ટિપ્પણીઓ નથી: