.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૩૭. પુત્રજન્‍મ


(રાગ-વનમાં બોલે ઝીણા મોર...)

આજ મારે આનંદનો નહિ પાર,
          સૂરજ મારો જનમ્‍યો રે લોલ;
છોકરા તમે આવો સાકર લેવા,
          મિત્ર તમારો જનમ્‍યો રે લોલ!

મારો સૂરજ તેજસ્‍વી ખૂબ થશે,
          અંધારું દૂર કરશે રે લોલ;
દુનિયામાં એ વગાડી દેશે ડંકો,
          ગગનમાં ચમકશે રે લોલ!

એતો મોંઘા મૂલું છે મારું રતન,
          આંચ નૈ આવવા દઉં રે લોલ;
ચંદ્રને હું બનાવું એનો નોકર,
          તારલા રમવા દઉં રે લોલ!

કપાળમાં કરું કાજળનો ડાઘ,
          નજર ન એને લાગે રે લોલ;
ચમકે એના મુખનું તેજ,
          અવરોધો દૂર ભાગે રે લોલ!

કા'નુડાની જેમ કરશે લીલાઓ,
          મહાન બની પૂજાશે રે લોલ;
એના કામની હોશિયારી જોઈને,
          સૌનાં મુખ મલકાશે રે લોલ!

બગીચામાં રૂડાં ફૂલડાં ખીલે છે,
          વસંતની બહારમાં રેલોલ;
ખીલે એવું મારા સૂરજનું મુખ,
          જીવનની બહારમાં રે લોલ!
                          * * *

ટિપ્પણીઓ નથી: